વાગે છે
વાગે છે
1 min
14.2K
પ્રાણવાયુ કેમ ઓછો લાગે છે ?
ઝાડને શું ઘા ફરીથી વાગે છે ?
બારણે બેસી રહે છે ચકલી પણ
વૃક્ષની ખુશ્બુ અહીં પણ લાગે છે
ફૂટનારી છે ફરી લીલી કૂપળ
વૃક્ષ જુનાં વસ્ત્ર તેથી ત્યાગે છે
ઓરડે એકાંતમાં માં ગુજરી ગઈ
હાર ફૂલોનાં દિવાલે ટાંગે છે
મન નથી મળતાં જરા પણ જેના એ
આજ બંધાયેલ એક જ ધાગે છે
ચાંદ તો ચોકી કરે છે સૂરજની
એની પાછળ રોજ જુઓ ભાગે છે
કોઈએ ચોક્કસ વચન આપ્યું લાગે
કોણ આખી રાત ખાલી જાગે છે
કોઈ ‘સપના’ બસ ફકત જોવા માટે
એ મન જ ક્યાં પૂરાં કરવાં માંગે છે
