વાદળ
વાદળ
1 min
397
કાળું વાદળ, ધોળું વાદળ,
લાઘે કેવું ભોળું વાદળ,
ઝરમર ઝરમર વરસ્યું વાદળ,
વાદળ વચ્ચે તરસ્યું વાદળ,
દિશા ચારે ફરતું વાદળ,
નભના દરિયે તરતું વાદળ,
હાંડો ગાગર ભરતું વાદળ,
મારા ફળીયે રમતું વાદળ,
અનરાધાર વરસતું વાદળ,
દેશ વિદેશ ફરતું વાદળ,
વાદળ વાદળ ઓરે વાદળ.
મારે હાથ આવ રે વાદળ.
