STORYMIRROR

Jignesh christi

Others

4  

Jignesh christi

Others

ઊઠાવી શક્યો નહીં

ઊઠાવી શક્યો નહીં

1 min
289

હતી જામમાં મદિરા ને હું જામ ઊઠાવી શક્યો નહિ

દુઃખ દર્દ આ દુનિયાના હું ભૂલાવી શક્યો નહિ,


સાથ આપવા પીવાનો બેઠા હતા મારી નિકટમાં

જોઈ નશીલી આંખો ને હું પીવડાવી શક્યો નહિ,


ભૂલ મારી જ હતી કે હું સમયસર પહોંચી ના શક્યો,

બોલાવ્યો જયારે મને ત્યારે હું આવી શક્યો નહિ,


હું હાથ ફેલાવત તો તું બધું આપવા તૈયાર હતો મને 

અફસોસ એ વાતનો કે હું હાથ ફેલાવી શક્યો નહિ,


નથી પીધી ક્યારેય ફક્ત જામમાં હતી મદિરા "સંગત"

મારાં લાખ પ્રયત્નો છતાં હું ને સમજાવી શક્યો નહિ.


Rate this content
Log in