STORYMIRROR

KANAKSINH THAKOR

Others Children

4  

KANAKSINH THAKOR

Others Children

ઊભો રે ચાડિયો

ઊભો રે ચાડિયો

1 min
145

ખેતર વચ્ચે ઊભો રે ચાડિયો

લાગે એ જાડો પાડો પાડિયો

નથી એના ભાઈ પગ ચાલતા 

નથી એના ભાઈ હાથ હલતા,

 

ખેતરની એતો કરતો રખેવાળી 

પક્ષીઓને એતો આપતો તાળી

આંખો તેની લાગે બિહામણી 

જાણે કે લાગે બહુ ડરામણી,


નાક એનું કાળું- કાળું ડમ્મર

પક્ષીઓ જોઈને ખાતા તમ્મર

સૌ પક્ષીઓને લાગે બહુ બીક

પક્ષીઓ ના આવે કોઈ નજીક,


મનમાં ચાડિયો રે મલકાતો

ગીત મજાના એતો રે ગાતો

ખેડૂતનો એ સાચો છે મિત્ર 

ખેતરમાં ઊભો લાગે વિચિત્ર.


Rate this content
Log in