STORYMIRROR

Hiren Maheta

Others

4  

Hiren Maheta

Others

ઊભો ચબૂતરો ફળિયાને નાકે

ઊભો ચબૂતરો ફળિયાને નાકે

1 min
80

ઊભો ચબૂતરો ફળિયાની નાકે, એના હોઠો પર તરવરતું સ્મિત,

મનગમતી, થનગનતી અણિયાળી આંખે એણે આંજ્યું છે ખુદનું અતીત,


દાદા કહેતા'તા કે ઘરડા ફળિયાએ એને વ્હાલ ભરી દીધી'તી બાથ,

બાની સહિયરો સપના ભરેલા હૈયે રમતી'તી એની સંગાથ,

આજે પણ ફળિયાના નાકે જઈ બેસો ત્યાં પેલો સપનાનું છેડે સંગીત,

ઊભો ચબૂતરો ફળિયાની નાકે, એના હોઠો પર તરવરતું સ્મિત.


ફોઈબા તો કોઈ'દી ફળિયાની સાથે અહીં ગોરમાને ગરબે ઘૂમ્યા,

મમ્મી તો પિયરથી સાસરે આવીને અહીં ગરબાના દીવડા પૂર્યા,

ઝગમગતા દીવડાના ઝાંખા પ્રકાશમાં એ મનગમતું રેલાવે ગીત,

ઊભો ચબૂતરો ફળિયાની નાકે, એના હોઠો પર તરવરતું સ્મિત.


દાદા તો રોજ પહેલા ઈશ્વર પૂજીને અહીં આપતા'તા ચકલાને દાણા,

'આવો પારેવા' ને 'આવો રે ચકલા' એવા સાંભળ્યા છે મસ્તીભર ગાણાં,

આજ એના ખોળામાં સૂકા પડેલા કલબલની કેવી છે રીત ?,

ઊભો ચબૂતરો ફળિયાને નાકે, એના હોઠો પર તરવરતું સ્મિત.


Rate this content
Log in