STORYMIRROR

Jay D Dixit

Others

4  

Jay D Dixit

Others

ઉઠ, હું આવી ગયો

ઉઠ, હું આવી ગયો

1 min
162

જો, હું આવી ગયો

મને ખબર છે મોડું કર્યું છે,

પણ ઉઠ, હું આવી ગયો.


હું બહારગામ હતો, 'ને

તે આયખું મારે માટે ઘરમાં કાઢ્યું,

હું વિદેશ જઈ શકું એ માટે,

તે દેશી બની રહેવાનું પસંદ કર્યું.


મને શરમ આવતી તને લઘર વઘાર જોઈ,

હું ચાલ્યો ગયો દૂર તારાથી.

તે બોલાવ્યો પણ નહીં આવી શક્યો,

સફળ થવું હતુંને ? એટલે.


તારે માટે જો આ બાંધણી લાવ્યો છું,

જાતે મારા હાથે બનાવેલી રોટલી લાવ્યો છું,

તારા માથે હાથ ફેરવું છું,

મારા માથે પણ હાથ ફેરવ,

તારા ખોલે માંથું મુકાવું છે,

છાતી એ નહીં.


મને સમજણ આવી પછીના એ દિવસો યાદ આવે છે,

તું યાદ આવે છે, અને તું આમ..

ઉઠ... ચાલ,

તું મને આંગળી પકડી લઇ ગઈ બધે,

તને પણ બહાર લઇ જાઉં.


પણ, ચાલ,

ખભે નહીં ઊંચકી શકું.

ઉઠ..ચાલ. જો હું આવી ગયો.


Rate this content
Log in