ઉતરાયણ કયાં રહી છે ?
ઉતરાયણ કયાં રહી છે ?
હવે તો પહેલા જેવી ઉતરાયણ કયાં રહી છે,
પેલી મમરાનાં લાડુંને તલની ચીકીની મીજબાની,
એમા ગુપ્ત રાખીએ પૈસો,
ને ખાવા માટે કરીએ ઝગડા ઝગડી,
હવે કયા પહેલા જેવી પડે ઠંડી,
નથી લોકો હવે બનાવતા,
ડબ્બા ભરીને મમરા,
તલ, સૂકા મેવાની, દાળીયાની,ચીક્કીઓ,
નથી ભરાઈ જાતું આકાશ,
ગગન રંગબેરંગી પતંગેાથી,
કેમ કે છૂટી થઈ ગઈ બંધ,
ઉતરાયણની ન મને, ક મને પણ
જાવું પડતું ઓફિસ,
પછી કયારે કરીએ ઉતરાયણની મજા,
હવે વાસી ઉતરાયણમાં પણ કયાં દમ છે,
ઓરમાયું જેવું વરતન કરાય,
જાણે પ્રસંગ પતી ગયોને,
ખુરશી ટેબલેની અફડાતફડીમાં,
ઠેર ઠેર પતંગના ટૂકડા
ફાટેલી પતંગ,
ધાગાના લચકા ગુંચવાયેલા,
કોઈ પંખી દોરીમાં ફસાયેલું કયાંક.
ધાબેથી લટકતું પતંગ,
વગેરે કયાંક ક્યાક જોવા મળે,
પેલો પવન છે ને ખૂબ ભાવ ખાય છે,
ભાગ્યે કોઈ પતંગવીર સફળ થાય,
ઉતરાયણ પર જે ઉલ્લાસ જોવા મળે,
એ વાસી ઉતરાયણમાં કયાં ?
ઓટજ જોવા મળે છે.