ઉતાવળું પગલું
ઉતાવળું પગલું
1 min
261
અજાણતા વાયરાનું નોતરું થયું,
ભારે હૈયાનું ઉતાવળું પગલું થયું,
મન મંદિરના પગથિયા ચઢવા,
મન મનાવતુ ઉતાવળું પગલું થયું,
ગગનને આંબવાના સ્વપ્નનું,
અજવાળા પાથરતું ઉતાવળું પગલું થયું,
વતનની યાદોમા ચાલ ભરવા,
ગર્વથી ચાલતું ઉતાવળું પગલું થયું,
પળ પળના સાથમાં સમયનુ વહેણ વહી ગયુ,
કેવુ આ ઉતાવળું પગલું ભર્યું.
