ઉપકાર છે એમનો
ઉપકાર છે એમનો
1 min
292
ઉપકાર એમના કેટલાય મારાં કણેકણે છે,
છતાં પણ એ ક્યાં કોઈ દિવસ કશુંપણ ગણે છે,
પિતાના આશીર્વાદને લીધે જ આપણી ખરી મહત્તા છે,
અને ત્યારે જ આપણે ખરા અર્થમાં આપણે છે,
પિતા જ એવું ઈચ્છે કે સંતાન એનાથી આગળ વધે,
બસ આ જ દ્રશ્ય એ જુએ એના દરેકે દરેક શમણે છે,
પિતાની ઈજ્જત કરશો તો ઈજ્જત આપશે બાળકો,
અહીંની રીત છે જેવું વાવે તેવું દરેક જણ લણે છે,
પિતાજી તમારા ઉપર શું સ્ટેટ્સ મૂકું ફાધર્સ ડે પર,
આજે મારું જે પણ સ્ટેટ્સ છે એ તમારા જ કારણે છે.
