ઉંદરડી બાઈ
ઉંદરડી બાઈ
ચું ચું કરતાં ઉંદરડી બાઈ આવ્યાં..
અન્નનો કણિયો બે કરમાં લઈ આવ્યાં..
ઘીમે ધીમે જમતા જાય
આજુબાજુ જોતા જાય...
એવા તોફાની ઉંદરડી બાઈ આવ્યાં...ચું ચું..
કપડાં ધોઈને મૂકજો કબાટમાં
ચાદર ઓઢીને સૂજો તમે ખાટમાં..
મેલા કપડાં કોરી ખાય
પગની પાની કરડી ખાય..
એવા તોફાની ઉંદરડી બાઈ આવ્યાં.. ચું ચું..
કેવાં કાન એનાં સરવા, ભોળી આંખો
એના માટે થોડા દાણા વેરી રાખો..
આખો દાણો ખાઈ ન લે
કોરી કોરીને ભેગું કરે..
એવા તોફાની ઉંદરડી બાઈ આવ્યાં.. ચું.. ચું..
એને પિંજરે ન પૂરશો રે ભાઈ
બહાર મૂકશો તો બિલ્લી ખાઈ જાય
ખાળે જારી જો મૂકો
ઘરમાં સફાઈ જો રાખો..
પછી તોફાની ઉંદરડી બાઈ નાવ્યાં..પછી.
