ઉગતો સુરજ
ઉગતો સુરજ
કામ કરતાં દિવસભરની ઉતરે થકાન
આથમતાં દિવસ સમી સાંજે જઈએ મુકામ
પ્રકૃત્તિઓની છે આ અનેરી રીત
મહિનામાં ઉગે ફકત પંદર દિવસ પુનમકેરો ચાઁદ
રોજ સવારે ઉગે સોનેરી કિરણો સાથે ઝગમગતો સુરજ
આથમતાં દિવસ સાથે મનમાં સ્પુરે નિતનવીન સમણાં
જ્યાં વહેલી થતાં સવારની સાથે પુર્ણાહુતી થાય શ્રેષ્ઠ સમણાં
સવારનાં સોનેરી કિરણો જોઈ મનમાં આવે અનેક વિચાર
ભળું કે મળું બસ સુરજનાં સોનેરી કિરણો ને કળું
મન કરે બનુ હું જ્યાં રોજ ઉગતાં સુરજનાં કિરણો સમાન
જ્યાં ઉગે હરદિન જોઈ બનાવે તેજવંતિ છબી
નહીકે પુનમકેરા ચાઁદની જેમ પંદર દિવસે નિકળી ચમકાવે છબી
ઈશ્વરીય પ્રકૃતિની છે અદભુત કળા
છતાં પણ સુરજ સાથે આથમતી સમી સાંજ
ઈશ્વર થકી સર્જન થઈ છે અદભુત કળા
જ્યાં ન કોઈ ફેરવી શકે કલ આજ ઓર કલ
