ઉડાન
ઉડાન
1 min
11.7K
છોડી મેં બેડીઓ ને છોડ્યા મેં બંધનો,
તોડી મેં દુનિયાદારીની બધી રીત.
ચૂમ્યું આકાશ જ્યારે મારા હાથે,
ત્યારે ભૂલી માનવમહેરામણની ભીડ.
લીધો મેં શ્વાસ ત્યાં વાદળની ઓથમાં,
પણ ના છોડી આ ધરતીની પ્રીત,
માનવ મટી જ્યારે પંખી બની ત્યારે,
પામી મારા અસ્તિત્વ પર જીત.
કોણે કીધું આપણે ઊડી ના શકીએ,
કોઈ ભ્રમમાં ના રહેશો ઓ મીત.
મનની પાંખે ઊડે જ્યારે માનવી,
એને રહે ના કોઈની એ બીક.
