STORYMIRROR

Udyan Gohil

Others

3  

Udyan Gohil

Others

ત્યારની વાત છે

ત્યારની વાત છે

1 min
27K


આથમતો હું તમારા ઘર આગળ ત્યારની વાત છે, 
ભલે ને  રહ્યો  સુરજ  તો'ય શું, એનેય  હવે  રાત છે.

ને તમે ખુલ્લાં પડી જશો એ ભય તમને સતાવે છે, 
પણ મારે તો, ભીતરે  ધબકતો,મારો જ ઝંઝાવત છે

પછી મથશે પકડવા  એ પાછા વળતાં  મોજાંઓને, 
સમજાય જયારે કે આ સમંદરની કિનારાને ખૈરાત છે.

ને ઇતિહાસ ગવાહ છે આ મહોબ્બત ની વાતો નો,
ચૈન નથી કોઈ ને છતાંય કે આ નસીબની સૌગાત છે.

મળ્યું ઘણુંય તોય એવું - એવું માંગે પ્રેમમાં માણસ,
સાંભળવા વાળા ને લાગે  નક્કી આજ ઉલ્કાપાત છે.

આસ પુરી થાય પછી ના કમઠાણ ન વિચારે પહેલાં, 
કઈ નહીં તો પૂછી આવો, લગન પછી કોને નિરાંત છે.

હવે ભેળા મળી સનમ નામનું નાહી નાખો,
'ઉદયન' અહીં ગલીએ ગલીએ હાટડી ને ચોકે ચોકે બારાત છે. 


Rate this content
Log in