કેમ ચાલશે
કેમ ચાલશે
1 min
26.9K
તમે આમ પાછા વળી જશો તે કેમ ચાલશે,
અધુરી મુલાકાત ના ડંખ જોબનિયે વાગશે.
ને મહોબ્બત ફતવો તો છે નહીં મૌલવીનો,
કે નઝરોથી ઘેરાઈ ને તમને અકબંધ રાખશે.
કહું છું, માંડો મોકાણ એક પૂર્ણ મિલનની,
પછી ઉઠે સોડમ નખશીખ તમને ય ફાવશે.
યાદ હોય કદાચ,નહીંતો થોડુંક જોર નાખો,
આંખોના મેળાપનો રંગ તમને પાકટ લાગશે.
ને કઈ કહું તો અર્થ માં ન ઉમેરાશે 'ઉદયન',
હવે જો સનમમાં જાણે બધાં શું શું ભાળશે.
