STORYMIRROR

Udyan Gohil

Others

3  

Udyan Gohil

Others

ધબકાર ધબકાવી જાવ

ધબકાર ધબકાવી જાવ

1 min
26.6K


કેમ કરીને મળો તમે, એટલું તો  મને  સમજાવી જાવ,
 પૂજા  પથ્થરોમાં અફળાવ હું, મારગ તો બતાવી  જાવ

એમ,તમે વસો કણકણમાં ને રજ ભરમાં,એ જ્ઞાન છે, 
પણ, નથી દેખાતું  દ્રષ્ટિમાં જે, તત્વ એ જતાવી જાવ.

હોય છે ઘણા ધતિંગ એક પ્રાર્થના મહીં ઠાલાં જગતમા,
નથી હોતા સદા તમે એમાં, વેદ કુરાનમાં લખાવી જાવ.

ને અવાજ નીકળે જયારે દિલનો, ત્યારે તમે સામે હોવ,
આ ધર્મજગત ને વિદ્રોહનો, નાનો સ્વર શીખવાડી જાવ.

હવે કે,'ઉદયન' કંઈ પણ એ વિરુદ્ધ છે નીતિ નિયમથી
છતાં રહે, અડીખમ એકલો, એ ધબકાર ધબકાવી જાવ


Rate this content
Log in