STORYMIRROR

Udyan Gohil

Others

2  

Udyan Gohil

Others

જતાવું છું

જતાવું છું

1 min
13.5K


થઈ ગઈ છે મહોબ્બત પીઠા સાથે, નિભાવું છું
સમજે છે દુનિયા જો હું મદિરા પીવા આવું છું

નજાકત ફૂલોની ખુલ્લા ઉપવને, સુગંધી લઉં
અર્થોના અનુવાદમાં, દિલ યાદમાં જલાવું છું

મંદિરો મસ્જિદોમાં ફેરા હોય મારા સમયાંતરે 
કરી વિચારતો, ઉપરવાળાને, થોડો સતાવું છું

લખી, સખી - સનમ, મારો શેર સદા પૂરો કરું 

મીરાં - રાધાનાં પૂજનભાવને માથે ચડાવું છું
દેખાય પેલી નજરે, જનમ - મરણ જુદા છેડા

પરોવાયેલાં મણકાની એ માળા છે બતાવું છું
ખબર છે, નથી આવવાનું  કઈ વીતેલું 'ઉદયન' 
પણ હોય ભૂત સાથે લેણાદેવી એમ જતાવું છું


Rate this content
Log in