STORYMIRROR

Udyan Gohil

Others

3  

Udyan Gohil

Others

જતું હોય છે

જતું હોય છે

1 min
13.8K


તમે ગોતો ત્યાં જ અડધું મળી જતું હોય છે.
અસ્તિત્વ પણ ચાહતને કળી જતું હોય છે.

હોય પરપોટો, ત્યાં સુધી કેદ છે ભીતરમાં,
ફૂટવાની હિંમતે હવામાં ભળી જતું હોય છે.

દિવા તળે અંધારું હોય એ વાત સાચી હશે,
છતાં થોડા ધ્યાને કંઈક ગળી જતું હોય છે.

અલગારી બેઠો હોય શબ્દોના ભેખ ધરીને,
અખંડ મૌને, સ્વાર્થ જેવું બળી જતું હોય છે.

નહીં માને હજુ દુનિયા અનુભવના અભાવે, 
પૂર્ણ પૌરુષત્વ, સ્ત્રીમાં પીગળી જતું હોય છે.

ઊઠે નાદ ભીતરે જયારે મિલાપનો 'ઉદયન',
કાન્હાની પુકારમાં બધું સંભળી જતું હોય છે.


Rate this content
Log in