STORYMIRROR

Udyan Gohil

Others

3  

Udyan Gohil

Others

એક ગઝલ સનમની

એક ગઝલ સનમની

1 min
27.2K


સાંભળી હશે તમે પણ એક ગઝલ સનમની
લખી છે મેં પણ આજ એક ગઝલ સનમની

વાંચ્યું હોય તમે  એ તો  ચાંદ - તારાની વાત
મારેતો આંખ ખુલે ત્યાં એક ગઝલ સનમની

તમે કહો છો કે લખે છે ઘણા હવે સનમ પર
લોહીની હર બુંદે અહીં એક ગઝલ સનમની

છે ક્યાંક રૂપ તો ક્યાંક લચકતી કમર ગઝલે
અસ્તિત્વ સંગાથે શ્વસે એક ગઝલ સનમની

ફરક બસ એટલો લખે કો'ક ને લખે 'ઉદયન'
દિલ ઝૂમે, ઝૂલે ને ઝૂરે, એક ગઝલ સનમની


Rate this content
Log in