STORYMIRROR

Udyan Gohil

Others

3  

Udyan Gohil

Others

હોતું હશે!

હોતું હશે!

1 min
14.6K


તમે અમથે અમથાં આવો સામે, હોતું હશે! 
ઠાલે ઠાલો નિભાવી જાવ વાયદો, હોતું હશે!

ને તમે ભગવાન, હું ભક્ત, જરા યાદ રાખો,
રોજ સવારે તમે પ્રાર્થના ગાઈ દો, હોતું હશે!

ને આ સુરાહીનું અપમાન કરો છો, 
તમે તો સાકીની આંખોથી ચડે એ ફાયદો, હોતું હશે!

ને વાત હતી કે કૈકયી એ આંગળી રાખી તી
રામ સીતા ને વનવાસ નો કાયદો, હોતું હશે!

ને તમે પુછી આવો આ લખનાર 'ઉદયન' ને
ગમતો ખુદા, સનમ થી અલાયદો, હોતું હશે! 


Rate this content
Log in