તું
તું
1 min
145
આંગણે તુને ઉભેલી જોઇને,
વાદળાંમાં ચાંદ ઢંકાઈ ગયો,
'લાજ આવી ચંદ્રને'- નિહાળતા,
તારલાએ તેજ ચમકારો કર્યો,
સૂર્યનો ઉજાસ તારી આંખમાં,
રૂપ તારૂં છે મલપતી ચાંદની,
કેશ તારા શ્યામ વાદળની ઘટા,
શબ્દ છે સાતે સૂરોની રાગિની,
નેહ ભીનાં નેણ તારાં ખુલતાં,
કૈંક સૂરજ સામટા ઉગી જતા,
બંધ થાતાં નેત્ર જ્યારે આપના,
સોણલાં મારાં બધાં જાગી જતાં.
