STORYMIRROR

puneet sarkhedi

Others

4  

puneet sarkhedi

Others

તું રહીશને સાથે

તું રહીશને સાથે

1 min
263

જુદા થયા પછી આ ખાલી સદન વધે છે,

એ ચાર ભીંતનાં સાદા આ સપન વધે છે...


દિલ તું રહીશને સાથે આ હવેની ઘડીમાં,

જે યાદમાં તપે છે તેની અગન વધે છે...


એકલ નથી રહેતું આકાશમાં આ વાદળ,

ના હોય જો ધરા તરસી તો તપન વધે છે...


મોતી નથી રહ્યાં એ સાગર કહી છળે છે,

મઝધારને ફકીરી કેવી ? કથન વધે છે...


પતવાર 'નિત' સાથી છે ને હવા ફળી છે,

સઢથી હવે જરા જીવનમાં વજન વધે છે.


Rate this content
Log in