તું, હું
તું, હું

1 min

23.1K
સાગર જેમ ઘૂઘવતો તું ;
સરિતા જેમ વહેતી હું.
ગૂંથી સંબંધોને સજાવતો તું ;
સ્નેહનાં ઝરણે ઝૂલાવતી હું.
કુમુદ બની ખીલતો તું ;
દિલનાં ભાવ જગાવતી હું,
ચંદન સમો મહેંકતો તું ;
ઝાકળ બુંદે ઝળહળતી હું,
મનનાં ઝરુખે ઝલકે તું ;
નયન વાટે નિરખતી હું.
હોઠોનાં દ્વારે ઉઘડતો તું ;
સ્વપ્ન આકાશે ભીડાતી હું.
અઢી અક્ષર નિભાવતો તું ;
શબ્દોનાં મોતી પરોવતી હું.