તું ભૂલી જા
તું ભૂલી જા
1 min
139
હૈયે દીધેલ ઘાવને ભૂલી જા,
દુનિયા પ્રત્યેના લગાવને તું ભૂલી જા,
મૂકી ઈશ્વર પાસે પીડાનું પોટલું,
તને મળેલી હારને તું ભૂલી જા,
ખુશીની છોળોથી ભીંજાઈ જા આમ,
દુઃખની ઘડીઓને તું ભૂલી જા,
ઝેર પણ અમૃત બની જશે,
બસ તારા ભડકે બળતાં ભૂતકાળને તું ભૂલી જા,
સુખનો સૂરજ આજે નહિ તો કાલે ઊગશે,
અંધારી રાત્રિને તું ભૂલી જા,
મૂકી પોટલું પીડાનું ઈશ્વર સમક્ષ,
દુઃખનાં ડુંગરાને તું ઓળંગી જા.
