ઠોઠ નિશાળીયો
ઠોઠ નિશાળીયો
1 min
421
ઠોઠ નિશાળીયો ચાલ્યો નિશાળ, ઠોઠ નિશાળીયો,
શર્ટના બટન વાંકાચુકી માસ્તર મારે સોટી.
એવો નિશાળીયો ચાલ્યો નિશાળ,
હાથમાં ઝોળી સિલેટ પેન, પગમાં તૂટી ચપ્પલ.
કશું ના આવડે એવું કહીને શિક્ષક કહે બાજુમાં બેસ,
આમ રોજ ઠોઠ નિશાળીયાને લાગે છે એવી ઠેસ.
બધા બાળકો રોજ એને ડફોળ કહીને નકારતા,
એનો કોઈ જ ભાઈબંધ ના મળે એવી એની સકારતા.
મા, બાપ પણ કંટાળ્યા એનાથી કહે અમારા કરમ,
દુનિયા આખીનું સાંભળે ને એ લોકો ભરે શરમ.
કાલનો ઠોઠ નિશાળીયો આજેનો છે સુપરમેન,
દુનિયા આખી ખિસ્સામાં ને એ તો છે જાદુમેન.
