STORYMIRROR

Anami D

Children Stories Inspirational

2  

Anami D

Children Stories Inspirational

ટેવ

ટેવ

1 min
313

ઘરથી થોડી દૂર

રિક્ષા ઉભી રહી

થાકી ગયો... થાકી ગયો

મનમા એમ બોલતો બોલતો,


એક પુરુષ

એ રિક્ષામાથી ઉતરીને

ઘર તરફ આવી રહ્યો હતો.

એ ઘરે આવી ગયો.


ડેલી ખોલી...

ડેલી ખખડી....

એક છોકરી મમ્મી સાથે કોઈ

નવી રેસિપી વિશે વાત કરતી હતી...


વાત અધૂરી મૂકીને એ

પાણીયારા તરફ ગઈ...

એક પ્યાલો ભર્યો....

એ પુરુષ ઘરમાં આવ્યો ને

મનમાં હજુ ય બબડે છે કે

બહુ થાકી ગયો....


સામેના પલંગ પર તે બેસ્યો

ત્યાં જ

એક અમૃત સમાન જળ સાથેનો

પ્યાલો લઈને

બે હાથ આગળ આવ્યા....


વીસ વર્ષની દીકરી એ છેલ્લા

તેર વર્ષથી આ ટેવ પાડી રાખી છે....


તેર વર્ષથી દરેક સાંજે

ઠીક આ સમયે તે છોકરી

ક્યારેક નાના ભાઈ-બેન સાથે રમતી હોય...

ક્યારેક એનું ગમતી ડ્રોઇંગ કરતી હોય....

ક્યારેક મમ્મી ખિજાયા હોય તો ક્યાંક બેસીને રડતી હોય....

ક્યારેક શાળાનુ લખતી વાંચતી હોય....

ક્યારેક એની ગમતી ટી.વી.સીરીયલ જોતી હોય....

ક્યારેક કોઈ બહેનપણી આવી હોય તો એની સાથે બેઠી હોય....

ક્યારેક મમ્મીને રસોઈ બનાવવામાં મદદ કરતી હોય....


કામેથી ઘરે આવીને એ પુરુષ

હજુ ડેલી ખોલે છે

ત્યાં જ

એ છોકરી એના બધા જ કામ પડતાં મૂકીને

પાણીયારા તરફ દોટ મૂકે...


એક પ્યાલો ભરે....

એ પુરુષે પાણી પીધું

અને હાશકારો કર્યો...

હાશ....

એક મીઠાશ ખંખેરતો અવાજ બોલ્યો....


"પપ્પા.... થાકી ગયા છો ને..!!!"

" હા બેટા.... થાકી ગયો તો હતો !! પણ

હવે બધો થાક ઉતરી ગયો...."

બાપ દીકરી એક સાથે હસ્યા....

એક દીકરી છેલ્લા તેર વર્ષથી બાપનો થાક ઉતારે છે.....


Rate this content
Log in