ટેવ પડી છે
ટેવ પડી છે
1 min
275
ઝરૂખે જઈ જોવાની મને તો ટેવ પડી છે,
ખોટી છે તો ભલે ખોટી આંખોને ટેવ પડી છે.
આભનું તો શું શીદ વરસે એ મૂશળધાર ?
ધરાને તૃપ્ત કરવાની ફોરાંને ટેવ પડી છે.
ચહેરો તો સદાયે ના ચમકતો રહેશે કદી,
અહર્નિશ આયનો જોવાની ખરી આ ટેવ પડી છે.
મનના તરંગોને ઊજાસ હો કે તિમિર હો,
ખુશીઓને જો તોલવાની સૌને ટેવ પડી છે.
દુવા હું શું આપુ બોલ દરવેશ હું નથી તેથી,
છતાં "અક્ષર"ને તો બધુંય આંકવાની ટેવ પડી છે.
