ટેક્નોલોજી વરદાન
ટેક્નોલોજી વરદાન

1 min

140
કરો ભાઈ ટેક્નોલોજીનું ધ્યાન,
હવે તો ટેક્નોલોજી એ જ વરદાન...!
નથી હવે તો ટેક્નોલોજી વગર કોઈ આરો,
હવે તો ટેક્નોલોજીથી ના થાય કિનારો...!
ટેક્નોલોજીથી સરળ બની છે રોજબરોજની જિંદગી,
હવે તો ટેક્નોલોજી થાય છે ભગવાનની બંદગી...!
આંગળીઓનાં ટેરવે ચાલતું આખુંય વિશ્વ,
હવે તો ટેક્નોસેવી થયું આખુંય વિશ્વ...!
સવારનાં ઊઠવાથી માંડીને રાત્રે સુવા સુધી બધુ જ ટેક્નોસેવી,
જન્મતાથી મૃત્યુ પર્યન્ત બધું જ ટેક્નોસેવી...!
આ ટેક્નોલોજી એ કર્યા સઘળા ને સરળ કામ,
કર્યા છૂટા જડતાનાં જેટલા હતાં મગજમાં ચક્કા જામ...!
ટેક્નોલોજી વગર હવે તો સહેજેય નથી આરો ઓવારો,
હવે તો ટેક્નોલોજીથી જ આપણી જિંદગીની પડશે રોજ નવી સવારો...!