તરસ્યો ટહુકો
તરસ્યો ટહુકો
1 min
176
એક તરસ્યો ટહુકો મેહુલાની રાહ જોતો
બેઠો તો ટોડલે કેવો મન મોહતો,
ના કોઈ મેહ વરસ્યા'તા
મૃગજળ બી કેવા તરસ્યા'તા,
જગતના તાતના હાલ કેવા
માંગે છે ક્યાં કોઈ મેવા..
બસ વરસે મેહ થાય પ્રેમઘેલા
ઈચ્છયા'તા ખેતરે પાક લહેર જેવા..
વરસે જો મેઘા તો થાય લીલા લહેર
પશુ પંખીના ઈચ્છે દુકાળનો કહેર...
કોઈ તો હશે ચાતકની જેમ રાહ જોતું
ક્યાંક સૂકા નયને દરેક આંસુ ખોતું..
કાળા વાદળને ઓથે આવ તું..
બસ હવે અનરાધારે મેહ વરસાવ તું...
બસ હવે અનરાધારે મેહ વરસાવ તું.
