STORYMIRROR

Jasmeen Shah

Others

3  

Jasmeen Shah

Others

તરંગ

તરંગ

1 min
11.4K

ઝીલ સમ ક્યાં રહે શાંત ચિત્ત

ટીપું પડતાં ઉમટે અનેક તરંગ, 


સ્મૃતિપટના અદ્ભૂત ખજાને

રંગીન છબી ઉપસે અનુપમ, 


ખિલતાં કમળ ગૂંજતું મધુવન

નયને શેરડા ટેરવે કંપન,


અપ્રતિમ સ્નેહ સુગંધ

નવપલ્લવિત પ્રેમનું સ્પષ્ટ ચિત્ર...


...કરી જાય વા ટિખળ બેખબર 

જળમાં સ્પંદન... સ્મિત ખનખન, 


વરસ્યા મેઘ... ઉમટયા અગણિત તરંગ...

નવપલ્લવિત ચિત્ર 'ને સ્પષ્ટ પ્રેમ!


Rate this content
Log in