તપાસીને
તપાસીને
1 min
305
તબીબો પણ ગયા થાકી હવે જોને તપાસીને,
કરી શકતા નથી એ દૂર મારી આ ઉદાસીને,
ભલે જીવન ગમે તેવું હો તારે જીવવું પડશે,
અહીંથી આ બધું છોડીને ક્યાં જાશે તું નાસીને,
હૃદયનું મારું આ દુઃખ ના થયું ને દૂર જોઈલો,
ફકત એ તો મટાડી આપશે તમને તાવ- ખાંસીને,
બધા કે છે કે આ તકદીરનો બસ ખેલ છે સઘળો,
અને તમને ખબર છેને કે ક્યાં માનું હું રાશીને,
તબીબોને કહી દો ને ન મારે માથું ત્યાં "સંગત "
બચાવી નહિ શકે એ કોઈ રીતે પણ પ્રવાસીને.
