STORYMIRROR

Pooja Kalsariya

Others

3  

Pooja Kalsariya

Others

તોય નથી

તોય નથી

1 min
170

ઝોકું મચ્છર નથી, તોય મરાઈ જાય છે

આંખો તળાવ નથી, તોય ભરાઈ જાય છે !


ઈગો શરીર નથી, તોય ઘવાઈ જાય છે,

દુશ્મની બીજ નથી, તોય વવાઈ જાય છે !


પૂર્વગ્રહો દોરી નથી, તોય બંધાઈ જાય છે,

વિચારો માછલી નથી, તોય ગંધાઈ જાય છે !


હોઠ કપડું નથી, તોય સિવાય જાય છે,

કુદરત પત્ની નથી, તોય રિસાઈ જાય છે !


બુદ્ધિ લોખંડ નથી, તોય કટાઈ જાય છે, 

માણસ હવામાન નથી, તોય બદલાઈ જાય છે !


જિંદગી ટાયર નથી, તોય ઘસાઈ જાય છે, 

દુર્ઘટના કવિતા નથી, તોય સર્જાઈ જાય છે !


साहित्याला गुण द्या
लॉग इन