તો સામેથી વાર કર
તો સામેથી વાર કર
1 min
46
મર્દ બચ્ચો હો તો સામેથી વાર કર,
છૂપી છૂપીને પીઠ પીછે વાર ન કર!
દુશમની પણ યાર તું જાતવાન કર,
શિયાળવા સમ તું લુચ્ચાઈ ન કર!
સાંભળ્યું છે દુશમનીનું સદ્ ચરિત્ર,
દુશમનીનું'ય આમ સ્તર નીચું ન કર!
જગે નોંધ ક્યાં લીધી મગતરાઓની,
દુશ્મનીની ને છાજે એવું તું વર્તન કર!
હજાર લાંઘણ પણ સિંહ તૃણ ન ખાય,
તૃણ ખાઈ સિંહત્વને તું બદનામ ન કર!
લડવું જ હો તું તારે આવી જા એકલો,
કાયર બની અવર સહારો લૈ વાર ન કર!
લડવું જ હો તો ખુલ્લે આમ કર લલકાર ,
કાન્તાસુત કહે શકુની સમ તું કપટ ન કર!
