તમે કેમ છો ?
તમે કેમ છો ?


તમે કેમ છો ? આ સવાલ
બધાને પૂછીએ છીએ
અંદર શું થતું હોય
આપણને જ ખબર હોય
તું પૂછે તમે કેમ છો ?
હું કહું છું મજામાં
તો પણ સવાલ થાય છે.
શું સાચે હું મજામાં છું ?
ઉપરથી તો મજામાં
પણ, અંદરથી સજામાં છું
શું કોના તાબામાં છું
કોઈવાર જાણતા અજાણતા
આવા અનુભવ થતા હોય છે
બીજું કાંઈ જાણતી નથીં
તમારી યાદ માનસ પટ પર
છવાઈ છે એવું લાગે છે
તમે સૌથી કરીબ છો ?
તું હસતાં હસતાં પૂછે કેમ છો ?
તમે ના કહો તો વાત જુદી છે
ગુલાબના સ્મિતમાં વિહળતા કેમ ભળી છે
હ્રદયમાં જુદી છે હોઠ પર કાંઈક
મન બેચેન રહ્યાં કરે છે
આંખોને આંખોથી પીછાણ અનોખી
ખોબલે ખોબલે ઉલેચે મારા શ્વાસો ને જાણે
સ્પશૅની લહાણી કરે છે
સવાર થતા અરુણદેવ
આવ્યા ને તારોડીયા ગયા
ધરતીના ચંદરવાને તાણ હતી
લૂટાવી ખુશ્બુ ચારે તરફ
પુષ્પને પંખી પતંગાને
પ્રેમની થોડી જાણ હતી
તો પણ પૂછતી તમે કેમ છો ?
મૌન વાંચવામાં વિશાળ હતી હું
આંખના ઈશારા સમજી ગઈને
વર્નીષોની તમન્ના કહી ગઈ
જીંદગીની બાજી જીતી ગઈ
હાથતાળી આપીને જતી રહી
મિત્રભાવ વણમાગી સલાહ આપું છું ?
પ્રેમ કરુ છું તેને માટે પૂછુ છું હું
તમે કેમ છો ?
હવે તો જવાબ આપો !