તમે ભૂલ ના કરતા
તમે ભૂલ ના કરતા
1 min
139
ના ના તમે ધારો છો એવું નથી,
નથી હું દેડકો, નથી દારુડિયો,
એક બે ત્રણ ચાર... સાત,
મદિરાની બોટલો નથી આ.
હું માત્ર છું એક ગબુલિયું પપેટ,
બાળકોનાં દીલ બહેવનારું હં,
રડતાંને હસતા કરી દેનારુ હં,
અને નાચનારા સાથે નાચી ઉઠતું.
તમે મને નવી વેષભૂષામાં ધારી લીધો,
શરાબના નશામાં ધૂત માની લીધો,
આસપાસની દવાની બોટલોને જ,
દારુનાં બાટલા માની લીધા ખરુને ?
ના ના હું એ નથી, હું એ નથી,
હું તો ગુસ્સામાં ફેંકાઈ ગયેલું એકલવાયું,
તમારા લાડકવાયાથી રીસાયેલું,
એક બિચારું નકામું રમકડું છું હં.
