તમાશો ના કરો
તમાશો ના કરો
1 min
226
સાવ અમથી વાતનો ખોટો ખુલાસો ના કરો,
લોક રાજી થાય સૌ એવો તમાશો ના કરો,
સૌ કરે છે આંખ આડા કાન એવું છે અહીં,
સમજે ના જાણીબુઝી એવો ઈશારો ના કરો,
રામ જેવા રામ પણ માનવ થઈને અવતર્યા,
જિંદગી છે વેદના નાહક બળાપો ના કરો,
હો જરૂરી ખૂબ ત્યારે મૌન પણ પડઘાય છે,
જીભને કાબૂ કરી ખોટો લવારો ના કરો,
શીખવી જો ના શકો માનજો ' હેલી ' તમે
હું છું પારંગત પછી એવો ઠઠારો ના કરો.
