તમારો ધબકાર
તમારો ધબકાર
1 min
11.5K
તમારો ધબકાર અહીં મારા થકી પરખાય છે,
એ સાંભળીને મન મારું હરખાય છે.
હોય જો ડૉક્ટર સાથે તો ગાળામાં પહેરાય છે,
હોય જો દર્દી સાથે તો હૃદય પર રખાય છે.
હું જો ખુશ હોઉં તો બધાં ખુશ થાય છે,
મારી નાખુશીમાં સૌ શ્વાસ છોડી જાય છે.
મનને તો ના કળી શકાય એમ હું માનું છું,
અહીં તો હૃદયને માપવામાં હાંફી જવાય છે.
તમારા ને મારામાં ફરક માત્ર એટલો જ છે,
તમે મને સાંભળો મારાથી દિલને સંભળાય છે.
