STORYMIRROR

Margi Patel

Others Romance

3  

Margi Patel

Others Romance

તમારા સાથેની કોફી

તમારા સાથેની કોફી

1 min
506


ચા કોફી કરતા કરતા તમે કરી દીધી કોફી પીતી મને,

જીવનની આ માયાજાળમાં વીંટાવી દીધી મને.


નહોતી ગમતી મને ચાની સુગંધ તો કોફીની ટેવ લગાવી મને,

જીવનની પરીક્ષામાં ઉદાસીથી છોડાવી તમે.


કોફી સાથે અનેક યાદોની માળા છે આપણી,

અર્થ વગરની લડાઈમાં કોફી કપની જોડી

તોડાવનો અવાજ સંભાળ છે આજે.


એ અવાજથી ચહેરા પર આવે છે મુસ્કાન,

જીવનના દરેક તબ્બકે દુનિયાદારી શીખવી મને.



આદત લગાવીને ખબર પડી કે કોફી તો એક તમારું બહાનું છે,

કોફીના બહાને એ હળવા એહસાસની મજા અપાવી તમે.


ભાગદોડના જીવનમાં તમે અમારા માટે થઇ ગયા વ્યસ્ત,

આજે પણ હું એ તૂટેલા કપમાં કોફી પીવું તમારી યાદમાં.


Rate this content
Log in