તલાક
તલાક
1 min
172
જામી ગયેલાં રુધિરમાંથી,
યાદ વહે છે તારી,
પડેલાં પાંપણનાં ઉઝરડા ઉર પર,
સૂકાવા ક્યાં દે છે સ્મૃતિ તારી,
ગઈ તું લઈ જિંદગી મારી,
'તલાકે" ગઈ, ભારે થઈ, થઈ આધેડ તું ગઈ,
જીવન જાતું, આમ પણ વહી જાતું,
ભર્યું ફોગટનું પગલું, એક ભવમાં શું ખાટુ થાતું ?
ધીરજ થોડી, થોડી દયા, દિલ તારુ ખાતું,
ચોખ્ખું થાતું, આ ભવનું તારું ને મારું ખાતું.
