તકદીર ના ખેલ
તકદીર ના ખેલ




તકદીરના ખેલ, રસ્તો એક
કોઈ ફરે ગાડીમાં, કોઈ ઉધાડા પગે
સૂરજનો તડકો સધળે એક
કોઈ તવંગર ને કોઈ દીન
નીલુ અંબર સહુ માટે એક
કોઈ ઉડે વિમાનમાં, કોઈ ભીંજે વરસાદે
નદીઓના નીર એક
કોઈ પીએ મધુરસ, કોઈ તરસે બુંદે
હવા સધળે સમાન વહે
કોઈ સૂએ એસીમાં, કોઈ ફૂટપાથે
વસુંધરા સહુ માટે એક
કોઈ રહે બંગલામા, કોઈ ઝૂંપડે
પરમકૃપાળુ ઈશ્વર છે એક
કોઈ હાથ આપે, કોઈ હાથ લે.