"થતો જાવ છું"
"થતો જાવ છું"
1 min
14.5K
તારી ચાહતથી દૂર થતો જાવ છું,
ઘટના વડે ઘેઘૂર થતો જાવ છું.
જોઈને દીલેરી હું દરિયા તણી
જો તું નદી હું પુર થતો જાવ છું.
મોસમ નયનનાં તુજ ઇશારે હવે
હું યે નશામાં ચૂર થતો જાવ છું
પીધો ગઝલનો જામ છે એટલે
હું યે હવે મશહૂર થતો જાવ છું.
ચકલી ઉડી મારા ખભેથી ભલા
ને લોક સમજ્યા ક્રુર થતો જાવ છું.

