થોડું ઘણુંતો મનેં આવડે
થોડું ઘણુંતો મનેં આવડે
1 min
14.8K
થોડું ઘણુંતો મનેં આવડે.
એવું થોડું ઘણુંતો મનેં આવડે,
ઝાડ કપાય નહિ પાવડે,
એવું થોડું ઘણુંતો મનેં આવડે,
સમંદર તરાય નહિ તાવડે,
એવું થોડું ઘણુંતો મનેં આવડે,
કેરી પાકે ના કદી બાવળે,
એવું થોડું ઘણુંતો મનેં આવડે,
થડ મોટા થયા પછી ના વડે,
એવું થોડું ઘણુંતો મનેં આવડે,
પેટ ભરાય નહિ ચા વડે,
એવું થોડું ઘણુંતો મનેં આવડે.
