STORYMIRROR

puneet sarkhedi

Others

4  

puneet sarkhedi

Others

થાતો હોય છે

થાતો હોય છે

1 min
170

મન વગર વ્યવહાર થાતો હોય છે,

ત્યાં ફરી અંધાર થાતો હોય છે,

અંશ હોવાનો જરા માણસ મહી,

ઈશનોં પણ અવતાર થાતો હોય છે,


સાદ ભીતરનાં કદી તો સાંભળો,

આંખથી ક્યાં પ્યાર થાતો હોય છે ?

રાખમાંથી જીવતો થઈને મળે,

જણ પછી અંગાર થાતો હોય છે,


બંદગી કેવી રહી, ખુદા પૂછશે,

મોત પર ઉપકાર થાતો હોય છે,

આમ દરિયાનેં તો ક્યાં બંધન ગમે,

ઓટમાં તૈયાર થાતો હોય છે,


જુઠનીં વધઘટ તો સારી પણ નથી,

પળમાં હાહાકાર થાતો હોય છે,

મન વગર વ્યવહાર થાતો હોય છે,

ત્યાં ફરી અંધાર થાતો હોય છે.


Rate this content
Log in