થાકયો
થાકયો
1 min
22.4K
ખરાની વચાળે એ ખોટાથી થાક્યો,
સગાંઓ કરે છે એ ધોખાથી થાક્યો.
ગજબ છે જગતમાં બધી લોક-રીતો,
પળોપળ મંગાતા પૂરાવાથી થાક્યો.
સમય એવો આવે ન, કે'વું પડે કે,
'તમારા બધાના દિલાસાથી થાક્યો'.
ભલેને થયો લીમડો સાવ કડવો,
છતાં કોઈ એની એ છાયાથી થાક્યો ?
હશે ભેદ 'સાગર' ના પેટાળમાંયે,
છતાંયે કદી' ક્યાં કિનારાથી થાક્યો ?