તેજગતિ
તેજગતિ

1 min

12.1K
પળ પળ આગળ ભાગે સમય
જિંદગી 'ને સમય ન કદી બંધાય,
ઉઠતાં જ ન પ્રભુદર્શન થાય
પહેલા ઘડિયાળ સન્મુખ થાય
ના શાંતિથી ચા-નાસ્તો સવારે થાય
ન કુટુંબ સાથે સવાર મણાય
મોટા વરંડામાં કોયલ ટહૂકે
અકબંધ અખબાર ન વંચાય
મોબાઇલ પર મેસેજ વંચાય
ના ચહેરાના હાવભાવ કળાય
પળ પળ આગળ દોડે જિંદગી
મંઝિલે પહોંચતા જ હાંશ થાય
શ્વાસ પર હાંફના વળ છે ચડયા
મનથી રોજ જીવન ન મણાય
ફરી એ જ દોડાદોડ સાંજ પડે
ઝટપટ ઘરે પહોંચી જવાય
ન લાગણીનું સ્થાન સોમથી શુક્ર
થાક ઉતારવામાં શનિ રવિ જાય.