તડકે પલળુ
તડકે પલળુ
1 min
453
એક નજર કરજે, મારા આયખામાં ખુદા,
ઘણા એવા મળશે, જે જલ્દી થયા જુદા,
સહ્યા વિના દઇ ગયા છે તેઓ, મને વેદના,
ને મળ્યા વિના રોઈ ગયા છે, મારા બેસણા,
સળગું છું શબ્દોથી ને, વેદનાથી હોલવાઉ છું,
અંતર જાણે છે મારું, પીડાનું પાનેતર છે છું,
યાર કહું કે પ્યાર કહું ,છે સઘળું મારું તું,
વેદના કહું કે વ્હાલ કહું, છે રૂદિયુ મારું તું,
આંસુથી ભીંજાવ કે, તડકેથી પલળું આખો,
હૈયા કેરી આગમાં રોજ,મને શીદને નાંખો.
