STORYMIRROR

Bharat Thacker

Others

3  

Bharat Thacker

Others

તદાકાર

તદાકાર

1 min
297

સૌથી પ્યારું, ભારત મારું, જ્યાનું જીવન એક તહેવાર છે,

પુરી દુનિયા માટે આદર્શ દાખલારુપ, ભારત દેશનો વહેવાર છે,


વસુદેવ કુટુંબની ભાવના સાથે, પુરી દુનિયાને કરે પ્યાર છે,

સર્વત્ર સુખિન સંતુ, ભારતના સાંસ્કૃતિક સંસ્કાર છે,


ઈતિહાસ ગવાહ છે કે, દુનિયા માટે ભારત પ્યાર અને શાંતિનો દ્વાર છે,

છતાં દુશ્મનનો હાજા ગગડી જાય, એવો આપણા ભારતનો લલકાર છે,


ભારતમાં કેટકેટલાયે સંતો અને ભગવાનોએ ધારણ કર્યા અવતાર છે,

કેટકેટલીયે વિવિધતાઓ છતાં, ભારત એક એકતાની મધુર સિતાર છે,


દરેક સંસ્કૃતિઓને પનપવા દેતું ભારત, સદાબહાર છે,

દરેક લોકો ભળે સાકર સમ, ભારત એવું તદાકાર છે.


Rate this content
Log in