તાવ કેવો છે
તાવ કેવો છે
1 min
333
તબીબો પણ કળી શકતા નથી કે તાવ કેવો છે,
હૃદય ખોલી જુએ તો ખ્યાલ આવે ઘાવ કેવો છે,
બધું જીતીને હું હારી ગયો મારું કહું કોને,
વિચારું છું હવે ખુદ કે ખ઼ુદા આ દાવ કેવો છે,
હજી પણ નીકળી શક્યો નથી એના ખયાલોથી,
ખબર કાંઈ નથી પડતી મને જ લગાવ કેવો છે,
દુઆ માંગી નથી ક્યારેય કે ના પ્રાર્થના કીધી,
ફકત તું એ જ જો તારા ભગતનો ભાવ કેવો છે,
કહે કોઈ મને નાસ્તિક, કહે કોઈ મને કાફિર,
ઘણા તો એમ માને કે આ 'સંગત' સાવ કેવો છે ?
