તારલીયાનો રાજા
તારલીયાનો રાજા
1 min
402
હું આકાશે ચમકતો ચાંદ છું,
પણ નિશારાણીનો સંગાથી છું,
હું પ્રેમીઓના દિલમાં વસું છું,
ને કવિની કલમમાં શ્ચસુ છું.
હું કવિતાનો કસબ જાણું છું,
ને શબ્દોની માયામાં ફસાઉ છું,
હું કેવો ખેલ કરતો જાઉં છું,
સુદ-વદ મા વધ - ઘટ થાઉં છું.
હું મોટો ને મોટો થતો જાઉં છું,
ને પૂનમે તો ગમતો થાઉં છું,
હું નાનો ને નાનો થતો જાઉં છું,
ને અમાસે તો અલોપ થાઉં છું.
હું તો આ તારલિયા નો રાજા છું,
ને રાતભર ઘુમતો જાઉં છું,
હું આકાશે ચમકતો ચાંદ છું,
પણ નિશારાણીનો સંગાથી છું.
