તારી યાદો
તારી યાદો
1 min
433
જીવનભરની તડપ તે આપી છે,
ઓ ખુદા ! કેવી કિસ્મત તે આપી છે,
રહી ગયાં અમે જે માંગણી કરતાં,
એ જ માંગણી હવે તે બાકી રાખી છે,
તૃષા પ્રેમની મારાં તરસી રહી ગઈ,
મૃગજળ ની મને તે આશ આપી છે,
થોડી સુવાસ તો આપવી હતી તારે,
કે કાગળ ના ફૂલોની બારાત આપી છે,
અધૂરું રહી ગયું તારાં વિના જીવન,
આભાર માનું કે યાદો તે પુરી આપી છે.