તારી પ્રતીક્ષા
તારી પ્રતીક્ષા
1 min
151
તારી પ્રતીક્ષા કરી મે વર્ષો સુધી,
તોયે તું ના આવીયો,
આંખો થાકી મારી રોઈ રોઈ,
પણ તું ના ક્યાંય દેખાયો.
મંત્ર જાપ જપ્યા મંદિર મહીં,
પૂજા કરી ઘર મહીં,
શ્રદ્ધાનો દીવો કર્યો દિલ મહીં,
ક્યાંક આવી વસે તું ઉદર મહીં.
શોધ્યો તને મેં પારકા જણ મહીં,
નિરખ્યો મેં સ્વપ્ન મહીં
તું આવશે એવી એવી આશામાં,
બાંધ્યું પારણું મેં ઘર મહીં.
ક્યાં સુધી કરવી પ્રતીક્ષા તારી હવે
કે કોસવું રહ્યું ભાગ્યને
અધીરા બન્યા કર્ણ મારા
મા કહી તું બોલાવે મને.
